Gujarat Rain Update: Heavy Rainfall in 100 Talukas


આજે સવારે 6થી સાંજના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 3.39 ઈંચ નોંધાયો. તો વલસાડના કપરાડામાં 3.35 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 50થી વધુ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં લાં

.

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે માધવ ગોકળભાઈની વાડીએ મજૂરી કામ કરી રહેલા શ્રમિક મહિલા અને તેના બાળક પર વીજળી પડી. જેમાં 28 વર્ષીય મનકુબેન નાયક અને 4 વર્ષીય પુત્ર શ્યામ નાયકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરા, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એ સાથે રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આવતીકાલે 14મીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈ-વે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જ્યારે ખાડિયા ચાર રસ્તા પાસે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર લોકો દટાયા હતા. ફાયરે જાનવી રાણા, પાર્થ રાણા, આશાબેનનું રેસ્કયુ કર્યું છે. જ્યારે સોનલબેન રાણાનું મોત થયું.

ગુજરાતના વરસાદની તસવીરો

અમદાવાદમાં વરસાદ વચ્ચે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો.

અમદાવાદમાં વરસાદ વચ્ચે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો.

ધંધુકા પંથકમાં બપોરના સમયે વરસાદી માહોલ.

ધંધુકા પંથકમાં બપોરના સમયે વરસાદી માહોલ.

આગાહી વચ્ચે નવસારીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

આગાહી વચ્ચે નવસારીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી છે.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી છે.

બોટાદ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ થોડીવાર માટે તોફાની બેટિંગ કરી હતી.

બોટાદ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ થોડીવાર માટે તોફાની બેટિંગ કરી હતી.

15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એ સાથે જ પવનની ગતિ 60થી 70 કિમિ ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો, 17 જળાશય છલકાયા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે ‘હાઈ એલર્ટ’ (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે ‘એલર્ટ’ અને 13 ડેમ માટે ‘વોર્નિંગ’ આપવામાં આવી છે

રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *