સોનું-ચાંદી ખરીદવાની સારી તક? સતત ત્રીજા દિવસે ભાવ તૂટ્યા, જાણો MCX અને IBJAના નવા રેટ


Gold and Silver Prices Fall: ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)થી લઈને સ્થાનિક બુલિયન માર્કેટ સુધી કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર કડાકો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે, જેના કારણે સોના-ચાંદીમાં રોકાણકારો અને ખરીદદારો માટે ભાવ રાહતજનક સપાટીએ આવ્યા છે.

ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો: 3 દિવસમાં રૂ. 8,733 તૂટી

સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં ઘટાડાની ઝડપ ખુબ વધારે જોવા મળી રહી છે. MCX પર ડિસેમ્બર એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ ગઈકાલે રૂ. 2,19,217 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે બુધવારે પ્રારંભિક કારોબારમાં જ રૂ. 2,195 ગગડીને રૂ. 2,17,022 પ્રતિ કિલોની સપાટીએ આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે ચાંદીનો ભાવ રૂ. 2,25,755 પર બંધ થયો હતો. આ હિસાબે જોઈએ તો છેલ્લા ત્રણ જ દિવસમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 8,733 જેટલી સસ્તી થઈ ગઈ છે.

ઓલ-ટાઈમ હાઈ સપાટીથી ચાંદી રૂ. 2.03 લાખ સસ્તી થઈ

ચાંદીના ઓલ-ટાઈમ હાઈ લેવલ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યાર સુધીની તેની રેકોર્ડ ઊંચાઈથી રૂ. 2 લાખ કરતાં પણ વધુ સસ્તી મળી રહી છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. 4 લાખની સપાટી વટાવીને રૂ. 4,20,048ના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. વર્તમાન વાયદા ભાવના આધારે ચાંદી હવે તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી રૂ. 2,03,026 પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

MCX પર સોનાના ભાવમાં પણ ગાબડું

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. MCX ગોલ્ડ રેટ અનુસાર, ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,48,450 પર બંધ થયો હતો. જોકે, બુધવારે સોનાનો ભાવ રૂ. 797 ઘટીને રૂ. 1,47,653 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો.

ઘરેલુ બુલિયન માર્કેટ (IBJA)માં સોના-ચાંદીના ભાવ

વાયદા બજાર સિવાય સ્થાનિક ઘરેલુ બજારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ:

24 કેરેટ સોનું (10 ગ્રામ): અગાઉના બંધ ભાવ રૂ. 1,47,617થી ઘટીને રૂ. 1,46,345 પર આવી ગયું છે.

ચાંદી (1 કિલોગ્રાણ): અગાઉના ભાવ રૂ. 2,19,038થી ઘટીને રૂ. 2,14,392 પ્રતિ કિલો થઈ ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *